કૌશિકી શરુઆત (કૌશિક પરમાર) vs રામ ઠાકર (આધોઈ)

*કૌશિક શરુઆત vs રામ ઠાકર*

વાહ! કૌશિક ભાઈ, શું રાજનિતી રમો છો!

શરુઆત મા બે વાર તમારા થી વાત થયેલી એ બન્ને ઑડિયો તમે કોઈને શેર ન કર્યા. જ્યારે છેલ્લા ઑડિયો મા *ભૂંડ ને ગંદગી દેખાય* એ મુદ્દો પકડી ને ખોટું અર્થઘટન/અન્યથા લઈ ને જે લખાણ લખ્યું છે તમે એવો આશય મારો બિલકુલ ન હતો. મારે એ ઉદાહરણ આપવા પાછળ નો હેતુ એ હતો કે *શુદ્ધ અને ચોખા તથા સમાજ મા એકતા બંધુતા અને સમભાવ વધે એવું છોડી ને તમે તો બંધુતા, એકતા અને સામાજીક સમાનતા ડહોળાય એવા _પ્રક્ષેપિત_ શ્લોકો નો જ સહારો લો છો* તમને મે પેલા જ ખુલા પાડેલા ધર્મ ગ્રંથ બાબતે. તમને તો એ પણ ખબર નથી કે ધર્મગ્રંથ કોને કહેવાય? ઈતિહાસ ગ્રંથ કોને કેવાય? ખેર, વાત કરુ છું હવે મુદ્દા ની.. 

છેલ્લી વાર વાત થઈ એ મનુસ્મૃતિ વિષયક જે તમે ફક્ત *અનર્થ લખ્યો છે (શ્લોક પણ આપેલ નથી તથા મનુસ્મૃતિ ના એ શ્લોક નો ફોટો પણ આપેલ નથી* (2/213)

*स्वभाव एषः नारिणां...... प्रमदासु विपश्चित:।।*

_अर्थात्_

*_આ સંસાર મા સ્ત્રી પુરુષ ના પરસ્પર સંસર્ગ થી દૂષણ થાય છે એટલે સદ્પુરુષ સ્ત્રીઓથી દુર રહે છે_*

🔴 *સ્ત્રી પુરુષ ની વાત છે પતિ પત્નિ ની નહીં આ બન્ને ના સંસર્ગ થી દૂષણ થવું એ સ્વાભાવિક છે*

જ્યારે આ કૌશિકભાઈ એ આનુ અર્થઘટન એમ કરેલું કે

 *_પુરુષોને પોતાની જાળ મા ફસાવી લેવા એ સ્ત્રીઓ નો સ્વભાવ છે_*

તમે જાતે નિશ્ચય કરો કેટલું ગપ્પ છે આમા..

બીજો સંદર્ભ આપેલો 
(2/214)

*अविद्वांसमलं...........कामक्रोधवसानुगम्।।*

_અર્થાત્_

*_સંસાર મા આચારહીન ષડયંત્રકારી સ્ત્રીઓ કામ ક્રોધ થી વશીભૂત થયેલ વિદ્વાન કે અવિદ્વાન પુરુષ ને સન્માર્ગ થી પથભ્રષ્ટ કરવા મા પૂર્ણ સમર્થ છે_*

હવે આ કૌશિક ભાઈએ કરેલો અનર્થ જોઈ લો

*_સ્ત્રીઓ મુર્ખ નહિ પણ હોંશિયાર પુરુષો ને પણ વિચલીત કરી નાખે છે_*

પછી ચાર સંદર્ભ એમણે આપેલ
(9/14,15,16,17)

એમણે કરેલો અર્થ નીચે પ્રમાણે છે.
👇🏻👇🏻જેનો જવાબ એની નીચે આપુ છું.

9/14: સ્ત્રીઓ પુરુષ સુંદર હોય કે ન હોય અથવા ગમે તેવો હોય પણ ભોગવિલાસ મા રત બની જાય છે

9/15: સ્ત્રીઓ પતિઓ પ્રત્યે વિશ્વાસુ રહી શકતી નથી

9/16: સ્ત્રીઓ ને પુરુષોએ પોતાની દેખરેખ નીચે રાખવી જોઈએ

9/17: સ્ત્રીઓમા કામ ક્રોધ, બેઈમાની, દ્વેષભાવ અને ચરિત્રહીનતા ફુટી ફુટી ને ભરી છે.

ઉપરોક્ત કથન કૌશિકભાઈ નું છે..

🔴 *ખુબ જ અગત્યની અને સમજવા જેવી વાત*

*=> જરા વિચારો, મહર્ષિ મનુ શું સ્ત્રીઓ વિશે આવું લખી શકે???*

🚫_નહી....... કદાપિ નહી....._🚫

એમણે આપેલ 9/15, 9/16 ના અર્થમા થોડી તૃટી છે પરંતુ આ બધું પ્રક્ષેપિત હોવાથી આના વિશે લખવું જરુરી નથી *આ (9/14 થી 9/24) સુધીના શ્લોક પ્રસંગવિરોધી શ્લોક છે જેના કારણે એક સામાન્ય બુદ્ધિ ધરાવતો વ્યક્તિ પણ સમજી શકે છે કે આ મુળ મનુસ્મૃતિ નો ભાગ નથી.*

કેમ કે, _આજકાલ ના લેખકો પણ એટલું ધ્યાન રાખે છે કે પોતાના લેખનમાં ક્યાંય પરસ્પર વિરોધ તો નથી ને, તો મનુભગવાન તો વિદ્વાન હતા એ કેમ આવી ભુલ કરી શકે!_

➡️કોઈ પણ ગ્રંથ/લેખન/બુક મા ભેળસેળ હોય તો એને ચકાસવાની ત્રણ રીત છે.

*1) પ્રસંગ વિરોધઃ 9/11 સુધી મનુજી એ સ્ત્રીઑની રક્ષા ની વાત કરેલી છે. 9/12 અને 13 મા સ્ત્રીઑને દૂષિત કરનારા દૂર્ગુણો નું પરિગણન છે આના પછી ફરી પાછો રક્ષા સંબંધી પ્રસંગ આવવો એ અસંગતી છે કેમ કે એક પ્રસંગ પુરો થયા પછી ફરી પાછો એ પ્રસંગ લાવવો અનુચિત છે*

                   🔴  *_राम ठाकर_*  🔴
                  
   *_to be..continued_*

Comments

Popular posts from this blog

બૌદ્ધો મા પાખંડ

કૌશિક પરમાર vs રામ ઠાકર