કૌશિક પરમાર vs રામ ઠાકર

*राम ठाकर vs कौशिक परमार*            (कौशिक शरुआत)           *ભાગ-૨*

પૂર્વોક્ત લેખન મા પ્રક્ષેપણ વિશે જાણવા માટે પેલુ લક્ષણ જણાવેલ. હવે આગળ જોઈએ.. 

🔴 *_મનુસ્મૃતિ વેદો પર આધારિત છે અતઃ જે વાત વેદ વિરુદ્ધ હોય એ અસ્વીકાર્ય/પ્રક્ષેપિત માનવી_* 🔴

*2) વિષય વિરોધ: આ (9/1) અધ્યાય ની શરુઆત મા સ્ત્રી પુરુષના સંયોગ સમયનું વર્ણન કરેલું છે પરંતુ સંદર્ભિત શ્લોકો મા તો સ્ત્રીઓ ના સ્વભાવનું નિંદાત્મક વિશ્લેષણ છે. જે વિષય વિરુદ્ધ છે.*

*3) અંતર્વિરોધ: મનુ મહારાજ તો સ્ત્રીઓ ને પૂજનીય માને છે. જેની ચર્ચા કૌશિકભાઈ સાથે શ્લોક અને સંદર્ભ સાથે થયેલી એ જાણે જ છે. સ્ત્રીઓ ને લક્ષ્મી સાથે પણ સરખાવવાની વાત છે, પુત્ર તથા પુત્રી ને એક સમાન ગણે છે, વગેરે ઘણુ છે.. _(3/55 થી 63, 9/26,28,95,101,102)_*

*મહત્વની વાત એ કે 9/17 મા શ્લોક મા એક વાક્ય છે _मनुरकल्पयत्_ संधि = मनुः + अकल्पयत् अर्थात આવુ મનુ નુ કહેવું છે.* આના પર થી પણ સ્પષ્ટ થાય છે કે આ કોઈ ત્રીજા પુરુષ નું લખાણ છે. કોઈ મુર્ખ જ હશે જે આટલુ ન સમજે!

અમુક લોકો દ્વારા મનુસ્મૃતિ મા પ્રક્ષેપ વિશેના કથન પણ ઉદ્ઘૃત કરવા માગુ છું.

*1) અંગ્રેજ શોધકર્તા વૂલર, જે.જોલી, કીથ, મેકડૉનાલ અને એક અમેરિકન લેખકે પણ માનેલું છે કે મનુસ્મૃતિ મા પ્રક્ષેપણ છે.*

*2) महाभारत પણ શરુઆત મા (જય સંહિતા) 8-10 હજાર શ્લોક ની હતી જે હાલ મા 1 લાખ થી પણ વધારે શ્લોક ની મળે છે..*

આવા અગણિત ઉદાહરણો મળશે..

આશા રાખુ છું કૌશિકભાઈ તથા જ્ઞાનપિપાસુ લોકો સમજી ગયા હશે.

*હવે રહી વાત આ બધું દુર કરવાની તો હાલ મા વિશુદ્ધ મનુસ્મૃતિ મળે જ છે _(આર્ષ સાહિત્ય પ્રચાર ટ્રસ્ટ, 455-ખારી બાવળી, દિલ્હી)_* આમા એ પ્રક્ષેપિત શ્લોકો ને કાઢવામા નથી આવ્યા પણ એને એક નિર્ણય સમજી ને કારણો તથા સંદર્ભો આપેલા છે કે એ કયા કારણે પ્રક્ષેપિત કહી શકાય.. મહત્વની વાત એ નથી કે એમાથી પ્રક્ષેપિત અંશો કાઢી નાખો પણ મહત્વની વાત એ છે કે 
*આપણે કેવી બુદ્ધી થી આ ગ્રંથ વાંચીએ કે સમજીએ છીએ અને લોકો સમક્ષ શું લાવવું છે પક્ષપાતી/પૂર્વાગ્રહયુક્ત થઈ ને અર્ધસત્ય લાવવું છે કે સત્ય ઉજાગર કરવું છે એ મહત્વનું છે કેમ કે આ આપણા હાથ મા છે!*

        *_અસ્તુ_*

Comments

Post a Comment

Popular posts from this blog

કૌશિકી શરુઆત (કૌશિક પરમાર) vs રામ ઠાકર (આધોઈ)

બૌદ્ધો મા પાખંડ